આજ રોજ ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મભૂમિ માં ચામુંડા ધામ ચોટીલા ખાતે તળેટીમાં મેઘાણીજીના સ્ટેચ્યુ પર વડીલો અને યુવા મિત્રો સાથે 127 મી જન્મ જયંતી નિમિત્તે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ટ્રસ્ટ રાષ્ટ્રીય પ્રમુખ ન્યુ દિલ્હી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ દ્વારા પુ ષ્પાંજલિ .
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાગૌરવપૂર્ણ બિરુદ થી નવા જેલા તેવા સમર્થ સાહિત્યકાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોક હૈયે જીવંત છે લોક સાહિત્ય પત્રકારત્વ તેમજ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિશ્રાશે નહીં સદાય અજરા અમર રહેશે કસુંબીનો રંગ મોર બની થનગાટ કરે કોઈનો લાડકવાયો શિવાજીનું હાલરડું જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ ને હજારો વંદન સાથે સાથે આજના દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમારી માંગણી છે કે આ સ્ટેચ્યુ હાલ તળેટીમાં છે જે નીચાણમાં છે જેને છ થી સાત ફૂટ ઊંચું લેવામાં આવે તો ચોટીલા આવતા હજારો યાત્રિકો અને નવી પેઢી આપણા ગૌરવ વંતી સંસ્કૃતિ સાહિત્ય ની વિરાસત રાષ્ટ્ર ભાવના નું સંસ્કારનું સિંચન અને રાષ્ટ્ર ગૌરવરૂપી આ મેઘાણીજીના સ્ટેચ્યુને જોઈને લોકો નમન સાથે ગૌરવ લઈ શકશે . જય હિન્દ જય ભારત જય ગૌમાતા જય માં ચામુંડા સ્વ. ઝવેરચંદ મેઘાણીજી અમર રહો