આર્મીનું MIG-21 પ્લેન રાજસ્થાનમાં ક્રેશ થયું છે. પ્લેન હનુમાનગઢ ગામના બહલોલ નગરમાં ક્રેશ થયું છે. આર્મીનું વિમાન એક ઘર પર ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. જોકે પાયલોટ અને કો-પાઈલટે સમયસર છલાંગ લગાવી હતી જેથી તેમનો જીવ બચી ગયો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટને એરલિફ્ટ કરવામાં આવ્યો છે. પાયલટને એરલિફ્ટ કરવા માટે એરફોર્સ Mi 17 મોકલવામાં આવ્યું હતું. જે ઘરમાં મિગ-21 ક્રેશ થયું તે ઘરમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષ હાજર હતા. બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.