મોરબીના સમયના ગેટ નજીક દુકાનમાં થયેલ ચોરી મામલે વધુ એક આરોપી ઝડપાયો.

Machhu news morbi
મોરબીના સમયના ગેટ નજીક આવેલ દુકાનમાંથી ચોરીની ધટના અંગે મોરબી એ ડીવીઝન પોલીસે તપાસ દરમિયાન એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સમયના ગેટ પાસે આવેલ બજરંગ સેલ્સ એજન્સીમાંથી ગત. ૩૧-૦૮-૨૦૨૨ ના રોજ ચોરીની ધટના બની હોય જેમાં મોરબી એ ડીવીઝન પોલીસે દુકાનમાંથી ૧,૫૪,૫૦૦ ના મુદામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ તપાસમાં હોય દરમિયાન આરોપી રાજદીપસિંહ દિગ્વિજયસિંહ જાડેજા સુરતના વરાછા ખાતે હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરી આરોપી રાજદીપસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ આ બનાવ અંગે આગાઉ પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે તો આરોપી રાજદીપસિંહ જાડેજા અગાઉ પણ રાજકોટના પ્રદ્યુમન પોલીસ અને કુવાડવા પોલીસના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાની માહિતી મળી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !