અતીક-અશરફ અહમદની હત્યાની NHRCએ લીધી નોંધ, UP પોલીસને મોકલી નોટિસ, 4 સપ્તાહમાં માંગ્યો રિપોર્ટ

Unknown

રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે 15 એપ્રિલે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં પોલીસ કસ્ટડીમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યાના મામલાની નોંધ લીધી છે. ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને પ્રયાગરાજના પોલીસ અધિકારીને નોટીસ ઈસ્યુ કરીને ચાર સપ્તાહની અંદર રિપોર્ટ, માંગ્યો છે. જ્યારે માફિયા અતીક અહમદની હત્યા સહિત ઘણા એન્કાઉન્ટરની તપાસ માટે સ્વતંત્ર આયોગની રચના કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે.CJI ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મામલાને 24 એપ્રિલે સુનાવણી માટે રાખ્યો છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક મેડિકલ કોલેજમાં તપાસ માટે પોલીસ કર્મચારીઓ દ્વારા લઈ જવા દરમિયાન 60 વર્ષના અતીક અહમદ અને અશરફ પર ત્રણ હુમલાખોરોએ ગોળીઓ ચલાવી દીધી. આ દરમિયાન બંને હાલના પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા 13 એપ્રિલે ઝાંસીમાં પોલીસના એન્કાઉન્ટરમાં અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેના અંતિમ સંસ્કારના થોડા કલાકો પછી અતીક અને અશરફની હત્યા કરવામાં આવી હતી.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !