વાંકાનેરના હસનપર ગામે પ્રેમલગ્નનો ખર રાખી યુવાનને માર માર્યો...

Machhu news morbi
વાંકાનેરના હસનપર ગામે રેલ્વે સ્ટેશન નજીક ખોડીયાર રેસ્ટોરન્ટમાં પ્રેમ લગ્નનો ખાર રાખી ૮ જેટલા શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના હસનપર ગામે રહેતા ભરતભાઈ સતાભાઈ મુંધવા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભરતભાઈ મુંધવા એ આરોપીની કુટુંબની દીકરી સાથે ત્રણ વર્ષ પહેલા લવ મેરેજ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી પરબતભાઈ નાજાભાઈ, મશરૂભાઈ નાજાભાઈ, વિશાલભાઈ પરબતભાઈ, વિક્રમભાઈ પરબતભાઈ, બધાભાઈ હિંદુભાઈ, છગનભાઈ નાજાભાઈનો મોટો છોકરો અને બે અજાણ્યા માણસોએ એ ફરિયાદી ભરતભાઈ તથા સાહેદને ધારિયું, છરી તથા લોખંડના પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી ભરતભાઈ તથા સાહેદ રોહિતને માથાના ભાગે પ્રાણધાતક હથિયાર વડે માર મારી ઈજા તેમજ સાહેદ ઉતમસિંહને પેટના ભાગે ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !