વિષય : આણંદ સર્કિટ હાઉસ ખાતે અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ નું વાર્ષિક સ્નેહમિલન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું.
કોરોના ના લાંબા સમયગાળા બાદ તારીખ : ૦૫.૦૩.૨૦૨૩ ને રવિવાર ના રોજ આણંદ સર્કિટ હાઉસ ખાતે અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠન ના સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ વાર્ષિક સ્નેહમિલન સમારોહ કોવિડ 19 ના લાંબા સમયગાળા બાદ કરવામાં આવ્યું હતું.
જેમાં અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ મુખ્ય મહાસચિવ અમિતભાઈ શર્મા, રાષ્ટ્રીય મહાસચિવ સચિનભાઈ સોની ગુજરાત પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશ મહામંત્રી વિષ્ણુજી ઠાકોર, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા મોર્ચા શ્રીમતી અલ્પાબેન શર્મા, રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા મોર્ચા અને અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોર્ચા શ્રીમતી પ્રતિમાબેન પરમાર, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ (યુવા મોરચા) સચિનભાઈ સોની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમીબેન પંડયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મહિલા મોરચા મીનાબેન પંચાલ, રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ના અમદાવાદ જિલ્લા પ્રમુખ દિપાબેન કેશવાની મુખ્ય મહેમાન અંગીરસભાઈ આણંદ જીલ્લા પ્રમુખ રવિભાઈ જોગી, આણંદ જીલ્લા પ્રભારી યુવા મોરચા પાર્થ ભટ્ટ,છપાટણ જિલ્લા પ્રમુખ નિલેશ પટેલ, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ અમદાવાદ જીલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ પન્નાબેન ચૌહાણ જેવા ઉચ્ચ પદાધિકારીઓ ની હાજરી નોંધનીય હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ ના સંગઠન ને મજબૂત બનાવવા મહત્ત્વની ચર્ચાઓ તેમજ એજ્યુકેશન ના લગતી તમામ માહિતી, મહિલા રોજગાર અને મહિલા સશક્તિકરણ અંગે માહિતી પ્રતિમાબેન પરમારે આપી હતી સામાન્ય અને ગરીબ પરિવારોને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ એના અંગે માહિતી ગુજરાત પ્રદેશ મહામંત્રી વિષ્ણુજી ઠાકોરે આપી હતી અને તમામ જીલ્લા પ્રમુખો પદાધિકારીઓ હાજરી આપી હતી.