અમદાવાદ જીલ્લા ના દેત્રોજ તાલુકાના આજે તારીખ 24- 3-2023 ને શુક્રવારે શાહ એચ. એમ.સર્વોદય વિદ્યાલય, રામપુરા ભંકોડાની ધોરણ 6 થી11 ની તમામ વિદ્યાર્થીઓનું લોહીમાં હિમોગ્લોબીન નું ચેકઅપ રામપુરા પીએચસી સેન્ટર ની ડોક્ટર અને નર્સોની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
આજે એનીમિયા મુક્ત ભારત અને ટીવી મુક્ત ભારત અંતર્ગત પીએસસી સેન્ટરના ડોક્ટર દ્વારા શાળાની તમામ વિદ્યાર્થીનીઓને એનીમિયા રોગ અને ટીબી રોગ ના લક્ષણો અને તેની સારવાર વિશે સમજૂતી આપવામાં આવી હતી. શાળાની દરેક વિદ્યાર્થીનીઓનું ચેકઅપ કરવામાં આવ્યું અને લોહીમાં (Hb)હીમોગ્લોબીન નું પ્રમાણ માપવામાં આવ્યું . જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને આયર્ન ફોલિક .એસિડ ની ગોળી અને અન્ય દવાઓ આપવામાં આવી શાળાની લગભગ 135 વિદ્યાર્થીઓનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી રાજેન્દ્ર કુમાર એચ. પં ચાલે પીએચસી સેન્ટર રામપુરાના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.