રાજ્યમાં સીએનજી વેચાણ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી વાહન ચાલકો માટે આ મોટા સમાચાર છે કેમ કે, 3 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી સીએનજી નહીં વેચાય. ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.
શુક્રવારે સવારે 7 વાગ્યાથી સીએનજી લોકોને મહીં મળી શકે, નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. 3 માર્ચ સુધી ઓચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે.
માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે
55 મહિનાથી સીએનજી વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી રહી છે. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી રહી છે. જેથી આ માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી છે. અગાઉ પણ સીએનજી મામલે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ બંધ રહ્યા હતા. આ ઉપરાંત અવાર નવાર આ પ્રકારે વિરોધ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી સીએનજી નહીં આપવાનો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.