વાંકાનેર:રીક્ષા કોભાંડના, માસ્ટર માઇન્ડ તથા તેના સાગરીતો ઉપર શું ગુનો દાખલ થશે કે ખુલા સાંઢની જેમ અન્યને પણ હડફેટે લેશે પછીજ આખો ખુલશે.

Machhu news morbi
વાંકાનેર : દસ જેટલી રિક્ષાઓના કોભાંડના, માસ્ટર માઇન્ડ વૈભવ દિલીપભાઈ પાટડિયા, પંચાસીયા વાળા અને તેમની ટીમ ઉપર ગુનો દાખલ ન થવા પાછળ ક્યાં પરી બળો કામ કરી રહ્યા છેશું આવા રીઢા ગુનેગારોને અન્ય લોકોને લૂંટવા ખુલા છોડી મૂકવા યોગ્ય છે કે પછી તેને બચાવવા માટે કોઈ રાજકીય પરી બળો કામ કરી રહ્યા છે.મૂળ માલિકને જાણ કર્યા વગર જ બીજાને રિક્ષાઓ બારોબાર વેચી ત્રણસો રૂપિયાનાં સ્ટેમ્પ ઉપર લખાણ કરી આપી જાલી દસ્તાવેજો ઉભા કરી મોરબી જિલ્લામાં ચલાવવામાં આવ્યા રેકેટને ખુલ્લું કરવા તેમજ જે ફ્રોડ કરવામાં આવેલ તે દસેક રિક્ષાનું મોટું કૌભાંડ હોવાનું લેખિતમાં આપી એસોજી અથવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોપવા માંગણી કરવામાં આવેલ આમ છતાં હલકામાં લઈ એસપી દ્વારા તપાસ વાંકાનેર સીટી પીઆઈ ને આપવામાં આવી પણ હજુ સુધી ગુનો દાખલ ન થતાં રોશની લાગણી જોવા મળી.વાંકાનેર તાલુકાના પંચાસીય ગામના વૈભવ દિલીપભાઈ પાટડીયા, અને તેના પિતા દિલીપભાઈ પાટડિયા, તેમના કાકા ચંદુભાઈ પાટડિયા, તેમજ તેમનો બનેવી આનંદ આમ આ ચારેય વ્યક્તિઓ દ્વારા મોરબી જિલ્લામાં દસેક રિક્ષા ને મૂળ માલિકથી છુપી રીતે બરોબાર વેચી ફ્રોડ, ચારસો વિસી, છેતર પિડી જેવા ગુનાઓનું મોટું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનુ અને આ ફ્રોડના મૂળિયાં વાંકાનેર સુધી પણ આવી પહોંચ્યા છે જેમાં એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા માં રીક્ષા આપી અને જાલી લખાણ કરી આ ચારેય વ્યક્તિઓની મીલી ભાગતથી એક લાખ ત્રીસ હજારનો ચૂનો લગાડવામાં આવ્યો છે ત્યારે મોરબી જાહેર જનતાએ આવા લોકોથી સાવધાન રહેવું અને એમની સાથે કોઈ પણ જાતનો વહીવટ કરતા પહેલા સો વખત વિચારજો નહિતર આગલો સિકાર તમે પણ હોય સકો છો.વાત આટલેથી નથી અટકતી પણ જે રિક્ષાઓ તે લઈ આવતા હતા તે વિક્રમભાઈ મોરબીનો છે અને તેનો ધંધો રિક્ષાનો હોય તેનીજ બધી રિક્ષાઓ આ લોકો લઇ આવીને વેચી મારતા અને રોકડી કરી લેતા જેની જાણ મોરબી વાળા વિક્રમભાઇ થતાં તે પંચાસીયા તેમના ઘરે રૂબરૂ મળવા ગયેલા તે દરમિયાન આ ચારેયમાં કોઈ પણ ન મળતા તે પાછા મોરબી જતા રહેલ છતાં પણ તે વિક્રમભાઈ વિરૂદ્ધ દિલીપભાઈ પાટડિયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવવામાં આવે અને પોલીસ દ્વારા પણ ખોટી ફરિયાદ હોવા છતાં કોઈપણ જાતની તપાસ કર્યા વગર તાત્કાલિક ધોરણે વિક્રમને દબાવવા પગલાં લેવામાં આવે એ જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક વાંકાનેર પોલીસનો ખુબજ મોટો રોલ હોય તેવુ ખુલ્લું જણાઈ રહ્યું છે કેમકે હજુ સુધી ફ્રોડ કરનાર ગુનેગારો ખુલા ઘૂમી રહ્યા છે બિજા સિકારની સોધમાં છે અને કોઈ બીજા વ્યક્તિઓ તેના ભોગ બને તે પહેલા જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવેતો તેના જવાબદાર કોને ગણવા તે સવાલ કોલ મુખે ચર્ચાનો વિષય બન્યો છે.રાજકોટ રેન્જ આઇજી અને મોરબી એસપી ગુનેગારોને કોઈપણ ભોગે છોડવામાં નહિ આવે તેવી ડાયલોગ બાજી કરી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં તેના ભાસણો ની ધાજીયા ઊડતી જોવા મળી રહી છે અને મોરબી જિલ્લામાં ચોરી, ડકેતી, લૂંટ, ખુંન જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને એક આત્રા જોવા મળી રહી છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથઈ ગયેલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે લોકોએ જવુતો ક્યાં જવું તે સૌથી મોટો પડકાર બની ગયો છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !