ચાચાપર ગામની સીમમાં મૃતદેહ મળી આવો હતો જે મૃતક રાજન અશોક મિશ્રા રહે મૂળ બિહાર હાલ થોરાળા ગામના પાટિયા વાળાનો હોવાની ઓળખ થઇ હતી અને મૃતક સાથે વૈભવ પોલીવેવ કારખાનામાં કામ કરતા રાજેશ પાંડે નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી કે મૃતક રાજન મિશ્રા તેના માતા પિતા અને ઘરના સભ્યોને હેરાન કરતો હતો અને માતા સાથે ખરાબ વર્તન કરવાની કોશિશ કરતો હોય જેથી તેના ભાઈ આનંદ મિશ્રા કંટાળી ગયા હોવાથી રાજનની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ નોંધી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમે હાથ ધરી હતી જેમાં હત્યા કરી ફરાર થયેલ મૃતકનો ભાઈ આરોપી આનંદ અશોક મિશ્રા (ઉ.વ.૨૬) રહે થોરાળા ગામના પાટિયા પાસે વૈભવ પોલીવેવ કારખાના વાળાને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી મોરબી એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના માળિયા તાલુકાના ચાચાપર ગામે ભાઈની હત્યા કરનાર હત્યારો ભાઈ ઝડપાયો.
જાન્યુઆરી 22, 2023
મોરબીના ચાચાપર ગામની સીમમાં વોકળા કાંઠેથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી જેમાં એલસીબી ટીમે સઘન તપાસ ચલાવતા હત્યા કરનારો હત્યારો ભાઈ ઝડપાયો છે
Tags