શિસ્ત , સંસ્કાર, કતૅવ્યનિસ્ઠા અને પોતાને કેવીરીતે જમાના સાથે અપડેટ રાખીને...

Machhu news morbi
  
     શિસ્ત , સંસ્કાર, કતૅવ્યનિસ્ઠા અને પોતાને કેવીરીતે જમાના સાથે અપડેટ રાખીને વિકાસ કરવાની શિક્ષણ આપનાર એટલે કે શિક્ષક ....
સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક અને ધમૅ ની જવાબદારી શિક્ષક હોય છે
એવા સુરત શહેરમાં રહેતા એવા નચિકેતા કલાસીસ ના શિક્ષક અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રવિભાઈ જયરામભાઈ સોસા જે છેલ્લા ધણા વર્ષોથી નચિકેતા કલાસીસ નામથી એક કલાસીસ ચલાવે છે તેમની બાળકોને શિક્ષણ ની સાથે કર્તવ્યો અને ફરજો અને રાષ્ટ્રભવના નુ પણ જ્ઞાન આપે છે 
શિક્ષક ની ફરજ છે કે સમાજ ને યોગ્ય રાહ બતાવે શિક્ષકે સમાજ નુ ધડતર કરવાનુ હોય છે
નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને વિચાર આવ્યો કે માણસ ના મુત્યુ પછી તેમનુ શરીર બળીને રાખ થઈ જાય છે તો મુત્યુ પછી ખરા અર્થમાં જીવવુ હોય તો મુત્યુ પછી નેત્રદાન અંગદાન દેહદાન કરવુ જોઈએ આ વિચાર ની સાથે તેમણે ડો.પ્રફુલભાઈ શિરોયા ના માગદશૅક હેઠળ 1400/- વધુ નેત્રદાન અંગદાન દેહદાન કરવા માટે ના ફોર્મ ભરાવ્યા છે 
શુભ કે અશુભ પ્રસંગે જમવાનું વધે તો તે વધારા નું અન્ન નો બગાડ ન થાય અને શહેર ના ગરીબ ભૂખ્યા લોકો ની આંતરડી ઠરાય તે માટે પણ તેમના ટ્રસ્ટ સાથે જોડાયેલી સંસ્થાઓનો સંપર્ક કરીને સુરત શહેરમાં ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિને જમવાનું નુ પહોંચાડવામાં આવે છે... રવિભાઈ તેમની સાથે સાથે સુરત શહેરમાંથી અબોલ રખડતા નિરાધાર પ્રાણીઓ કૂતરા,બિલાડા, ગાયો કે જે બિમાર કે અકસ્માત સર્જાયો હોય ત્યારે ઘાયલ અવસ્થામાં હોય તેના ફોન આવે તો તે તેમના સંપર્ક જે પ્રાણીઓની સારવાર કરે તે વ્યક્તિને ફોન કરે તો તે આવીને સારવાર કરે છે તે અંગે નો પણ પ્રચાર પ્રસાર કરી ને જાગૃતિ લાવવાનો પ્રયાસ અવિરત પણે કરે છે
સુરત શહેરમાં 10 વધુ મંદબુદ્ધિ વૃદ્ધ લાચાર રસ્તા પર રહેતા વ્યક્તિ ના આશ્રમ સાથે રહીને તેમને મદદરૂપ થાય છે અને જમવાની વ્યવસ્થા પણ કરી આપે છે અને રસ્તા પર રહેતા બિનવારસી હાલતમાં અથવા બિમાર હાલતમાં જોવા મા આવે તો સંસ્થા ને ફોન કરીને ત્યાં મોકલી પણ આપે છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટ સાથે કોરોના જેવા સમય એ પણ ૪૫ થી વધુ દિવસ સુધી સેવા કરી હતી... સુરત શહેર માં થી કપડાં ભેગા કરીને આદિવાસી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકો ને આપવા જાય છે સાથે દિવ્યાંગ બાળકો ની અને થેલેસેમીયા બાળકો ની સમાજ માં જાગૃતિ આવે તે માટે પણ સતત મહેનત કરે છે સરકારી યોજનાઓ માટે પણ સમાજ ના વ્યક્તિ ઓને અવારનવાર ના માગૅદશૅન કેમ્પો ગોઠવી પણ આપે છે વિધવા સહાય તેમજ શિક્ષણ નો અધિકાર એટલે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ RTE ના સેમિનાર અને માર્ગદર્શન વગેરે જેવા સરકારી યોજનાઓ ના પણ કાર્યક્રમો કરે છે....
રવિભાઈ સોસા સુરત બીલીમોરા નવસારી વગરે જગ્યાએ ધણી સંસ્થા ના સમુહલગ્ન હોય તો તેમા પણ તેઓ આર્થિક યોગદાન આપી ને પોતાની સમાજ પ્રત્યે ની ફરજ પુરી કરે છે  
આ સિવાય ધણી બધી પ્રવૃત્તિઓ સાથે રવિભાઈ સોસા જોડાયેલા છે
રવિભાઈ સોસા સાથે એમની ટીમ પણ ગીરીશભાઈ/સંજયભાઈ/બંસીભાઈ/પરેશભાઈ/નરેશભાઈ/કમલેશભાઈ/હષૅદભાઈ/મનજીભાઈ/દિવ્યેશભાઈ સાથ સહકાર આપે છે
આ બધી જ સેવાકીય પ્રવૃતિઓ માટે તેમને હંમેશા ઉત્સાહી કરવા માટે અને માગૅદશૅક તરીકે હંમેશા તેમના પત્ની જયોતિબેન સોસા તે પડદા પાછળથી સપોર્ટ કરે છે
રવિભાઈ અંતિમ ઈચ્છા છે 
તે હંમેશા લોકોને મદદરૂપ થાય અને ધમૅ નુ કાયૅ કરે 
જીવતા તો હંમેશા બીજા ને મદદરૂપ થયા પણ 
પોતાના મુત્યુ બાદ તેમને દેહદાન થાય એવી એમની ઈચ્છા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !