*મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા "મિશન શક્તિ સ્કીમ એનરોલમેન્ટ સપ્તાહ"ની ઉજવણી થઇ*
ભુપગઢ ખાતે બાળકોને 'ગુડ ટચ બેડ ટચ' સહીત વિવિધ સહાયતા હેલ્પ લાઈનથી માહિતગાર કરાયાં
*રાજકોટ તા. ૧૬ જુલાઈ -* ગ્રામીણ ક્ષેત્રે બાળકોને શિક્ષણનો અધિકાર મળે તેમજ ગ્રામીણ વિકાસમાં મહિલાઓનું પણ પ્રદાન મળે તે માટે રાજ્ય સરકાર અનેકવિધ પગલાંઓ લઈ રહી છે. ત્યારે આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ DHEW - રાજકોટ ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ ૧૦૦ દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ અંતર્ગત "મિશન શક્તિ સ્કીમ એનરોલમેન્ટ સપ્તાહ"ની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લાના ભુપગઢ ગામે માધ્યમિક શાળાના બાળકો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત બાળકોને ગુડ ટચ બેડ ટચ, બાળકોને ૧૦૯૮ ચાઈલ્ડ લાઈન, અભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧, પોલીસ હેલ્પલાઇન ૧૦૦ નંબર, ઇમર્જન્સી હેલ્પલાઇન ૧૦૮, જેવી ઉપરોક્ત માહિતી સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે ચાલતી યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સબંધિત અધિકારીઓ, શાળાના બાળકો, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.