મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે , તા.૧૨ નાં ધોરાજીનાં ચાપાતર ગામે ભાદર – ૨ ડેમ હેઠળના પુનઃસ્થાપિત ૮૫ પરિવારજનોને સુધારેલી સનદ વિતરણ કાર્યક્રમ યોજાશે.
*ધોરાજી નગરપાલિકામાં સમાવેશ થતા પરિવારજનોને સરકારી યોજનાકીય લાભો મળી શકશે - ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા*
*ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની રજૂઆતનો હકારાત્મક પ્રતિભાવ*
રાજકોટ તા. ૧૦ જુલાઈ - પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં આગામી તા. ૧૨ જુલાઈ, શુક્રવારના રોજ સવારે ૯ કલાકે ચાપાતર તાલુકો ધોરાજી ખાતે ભાદર-૨ ડેમ સિંચાઈ યોજનાના ગામે પુનઃવસવાટ કરાયેલા ૮૫ જેટલા પરિવારોને સુધારેલી સનદ વિતરણનો કાર્યક્ર્મ યોજાશે.
આ અંગે વિગત આપતા ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું છે કે, વર્ષ ૧૯૯૬ માં બનેલી ભાદર-૨ સિંચાઈ યોજના પરત્વે સિંચાઈ વિભાગ દ્વારા ૮૫ જેટલા પરિવારની પુનઃવસવાટની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા દરમ્યન તેઓની સનદમાં ભૂખી ગામ લખવામાં આવ્યું હતું. પરંતુ આ જમીન ધોરાજી શહેરના સર્વે નંબર લાગુ પડે છે. ગ્રામજનોને સનદમાં ધોરાજી શહેર લખી આપવામાં આવે તો તેઓને સરકારી સહાય અને સુવિધા મળી શકે, આ બાબત ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાના ધ્યાને આવતા તેઓશ્રી દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી.
પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા આ રજુઆતને ધ્યાને લઈ વિસ્થાપિત પરિવારજનોના હિતમાં તેઓને સુધારેલી સનદ કે જેમાં ધોરાજી શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું વિતરણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. જેથી આવનારા સમયમાં ૮૫ જેટલા પરિવારોને ધોરાજી નગરપાલિકા વિસ્તારના લાભો મળવા પાત્ર થશે.
આર.કે.