મોરબી ટંકારામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે વકીલ મંડળોએ આવેદન પાઠવ્યું.

Machhu news morbi
મોરબી ટંકારામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે વકીલ મંડળોએ આવેદન પાઠવ્યું.

એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની જરૂરીયાત હોવાનું જણાવી વકીલો પર થતા હુમલાઓને ધ્યાનમાં લઈને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી અને ટંકારા વકીલ મંડળ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતુ. મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના માર્ગદર્શન હેઠળ વકીલ મંડળે આજે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે વકીલો પર હુમલા અને હિંસક પ્રવૃતિઓમાં વધારો થયો છે ત્યારે રાજ્યમાં મજબુત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની જરૂરત છે હિંસા અને હુમલામાં અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે. જેથી ન્યાય સેવામાં અટકાવ થઇ છ. જામનગર જીલ્લામાં દર વર્ષે ૧ વકીલનું મર્ડર થાય છે. અમરેલીમાં વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રીમાઈસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવી રહી છ ભાવનગર, કચ્છ જીલ્લામાં વકીલ પર ખોટી એફઆઈઆર ના બનાવો સામે આવ્યા છે. ધમકીઓ અને દુર્વ્યવહારના બનાવો બનતા રહે છે જેથી વકીલોને સલામતી અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કાયદાકીય સુરક્ષા, વકીલોને તેમની કામગીરી દરમિયાન કોઇપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી, જવાબદારી અને કાયદાકીય કાર્યવાહી જેમાં વકીલ અને તેના પરિવાર પર હુમલો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરવામાં આવે તેવી માંગ કરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !