વાંકાનેરના ઢુવા નજીક મહાનદીમાં ડૂબી જતા યુવાનનું મૉત.
મોરબી : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મહાનદીમાં ગઈકાલે સાંજના સમયે ન્હાવા પડેલો યુવાન ડૂબી ગયા બાદ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો દ્વારા યુવાનની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી પરંતુ યુવાન મળી ન આવતા ભારે જહેમત બાદ સોમવારે બપોરના સમયે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાન મોરબીના ત્રાજપરનો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મહાનદીમાં ગઈકાલે સાંજના સમયે ન્હાવા પડેલો યુવાન ડૂબી ગયા જતા સાંજે 6.42 કલાકે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કોલ મળતા ફાયર ટિમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈ યુવાનની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી પરંતુ યુવાન મળી ન આવતા ભારે જહેમત બાદ આજે સોમવારે બપોરના 3 વાગ્યે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાન મોરબીના ત્રાજપર ગામે રહેતો અરવિંદ ઉર્ફે ગટુભાઈ મનસુખ વનારિયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.