Machhu news morbi મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ખેલદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શૃંખલાના ભાગરૂપે મોરબી જિલ્લાની મજબૂત ટીમ તૈયાર કરવા માટે નાની વાવડી ખાતે આવેલ સરદાર સ્ટેડિયમમાં ભવ્ય પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી કેમ્પમાં મોરબી જિલ્લાના ખૂણેખૂણેથી શિક્ષક ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવવા હાજરી આપી હતી. જેમાં મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર વિસ્તારના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. મેદાન પર શિક્ષકોની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં વ્યાવસાયિક ખેલાડીઓ જેવો જ જોશ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા અને ટુર્નામેન્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પસંદગી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે ખેલાડીઓ વચ્ચે પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે વાવડી ખાતે ખાસ ટેનિસ ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ રમત સાથે ઉત્સવની પણ ઉજવણી કરી હતી.પસંદગી સમિતિના તુષારભાઈ બોપલીયા અને નરેશભાઈ જગોદણા દ્વારા ખેલાડીઓના ફોર્મ અને કૌશલ્યને આધારે અંતિમ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લા વતી મેદાને ઉતરશે. શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમતગમત પ્રત્યે શિક્ષકોનો આ લગાવ જોઈને સંસ્થાના હોદ્દેદારોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ ટુર્નામેન્ટ દ્વારા શિક્ષકોમાં પરસ્પર ભાઈચારો વધે અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તેવો ઉમદા હેતુ સંગઠન દ્વારા રાખવામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ખેલદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શૃંખલાના ભાગરૂપે મોરબી જિલ્લાની મજબૂત ટીમ તૈયાર કરવા માટે નાની વાવડી ખાતે આવેલ સરદાર સ્ટેડિયમમાં ભવ્ય પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી કેમ્પમાં મોરબી જિલ્લાના ખૂણેખૂણેથી શિક્ષક ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવવા હાજરી આપી હતી. જેમાં મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર વિસ્તારના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. મેદાન પર શિક્ષકોની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં વ્યાવસાયિક ખેલાડીઓ જેવો જ જોશ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા અને ટુર્નામેન્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પસંદગી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે ખેલાડીઓ વચ્ચે પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે વાવડી ખાતે ખાસ ટેનિસ ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ રમત સાથે ઉત્સવની પણ ઉજવણી કરી હતી.પસંદગી સમિતિના તુષારભાઈ બોપલીયા અને નરેશભાઈ જગોદણા દ્વારા ખેલાડીઓના ફોર્મ અને કૌશલ્યને આધારે અંતિમ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લા વતી મેદાને ઉતરશે. શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમતગમત પ્રત્યે શિક્ષકોનો આ લગાવ જોઈને સંસ્થાના હોદ્દેદારોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ ટુર્નામેન્ટ દ્વારા શિક્ષકોમાં પરસ્પર ભાઈચારો વધે અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તેવો ઉમદા હેતુ સંગઠન દ્વારા રાખવામાં આવ્યો છે.
Machhu news morbi મોરબી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર ૦ :: ૦૦૦ :: ૦ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કલેક્ટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ૦ :: ૦૦૦ :: ૦ જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિબંધ અને લાઉડ સ્પીકરના ઉપયોગ તથા ચારથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર પ્રતિબંધ ૦ :: ૦૦૦ :: ૦ માહિતી મોરબી, તા. ૨૦ ફેબ્રુઆરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ દરમિયાન લેવાનાર ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ની પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરીએ જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આ જાહેરનામા અનુસાર, તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન નિયત થયેલા પરીક્ષાના દિવસોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓ સિવાય અન્ય બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કાર્યમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓની એકાગ્રતા જળવાય તે માટે લાઉડ સ્પીકર કે અન્ય ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનોના ઉપયોગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે તથા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોપી કરવાના ઈરાદાથી કરવામાં આવતા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેર કરાયેલ આ આદેશો પરીક્ષાના તમામ દિવસોએ સવારના પરીક્ષા શરૂ થવાના સમયથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે.